માનવ કલ્યાણ યોજના (ગુજરાતી ભાષામાં) ૨૦૨૪

Manav Garima Yojana



યોજનાનું નામ :
માનવ કલ્યાણ યોજના ૨૦૨૪ (Manav Kalyan Yojana 2024)

યોજનાની પાત્રતા :
૧.ઉંમર:- ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ.
૨.ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
૩.અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

માનવ કલ્યાણ યોજનાના અરજદાર માટે માર્ગદર્શિકા :
૧.આપ સરકારશ્રીના તા. ૦૧/૦૭/૨૦૨૪ના ઠરાવ (લિંક) અન્વયેના ટ્રેડમાં અરજી કરી શકો છો.
૨. આપે ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે.
૩.આપે અરજી કરતી વખતે ઇ-શ્રમ કાર્ડ નંબર અને ડૉક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. જો ઇ-શ્રમ કાર્ડ ના હોય તો ઇ-શ્રમ કાર્ડ મેળવી તેની વિગતો અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે
૪.આપે પોર્ટલ પર જાતિ પસંદ કરવાની રહેશે અને તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. વધુમાં અનુ. જાતિ પૈકી અતિ પછાત વર્ગની ૧૨ જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચરતી અને વિમુકત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહી. તેમજ આ જાતિ ધરાવતા અરજદારોએ માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને તેઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહી.
૫.આ સિવાયની તમામ જાતિઓના લાભાર્થીઓએ રૂ. ૬ લાખ સુધીની આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.
૬.આપે અરજી સબમિટ કરવાની રહેશે જ્યાં સુધી આપ અરજી સબમિટ નહીં કરે ત્યાં સુધી અરજી આપના લૉગિન માં ડ્રાફ્ટ તરીકે સેવ રહેશે.
૭.આપની અરજી જી.ઉ.કે. કક્ષાએ નામંજૂર કરેલ હોય તેવા સંજોગોમાં આપે નવિન અરજી ફરીથી કરવાની રહેશે.
૮.જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઇન ડ્રો જીલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઓનલાઇન સિસ્ટમથી ડ્રો કરી લાભાર્થીની પસંદગી કરવામાં આવશે.
૯.આપને તાલીમની જરૂરિયાત હોય તો ફોર્મ ભરતી વખતે પોર્ટલ પર આપ તાલીમનો વિકલ્પ પસંદ કરી શકો છો.
૧૦.આપની અરજી ટૂલકિટ માટે મંજૂર થયેથી કિંમત સાથેનું ઇ-વાઉચર (QR Code) જનરેટ થશે અને તેની આપે અરજી સમયે આપેલ મોબાઇલ નંબર પર એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે. જે ઇ-વાઉચર આપના લોગીનમાંથી ડાઉનલોડ કરી શકશો.
૧૧.આપનું ઇ-વાઉચર (QR-Code) આપે સાચવીને રાખવાનું રહેશે. આપે ઇ-વાઉચર તથા ઓ.ટી.પી. માન્ય ડીલરને જ આપવાનું રહેશે, અન્ય કોઇપણ ડીલર, વેપારી કે વ્યક્તિને આપવાનું કે શેર કરવાનું રહેશે નહિ.
૧૨.આપનું ઇ-વાઉચર જનરેટ થયેથી ઇ-કુટિર પોર્ટલ પર ટૂલકિટની મહત્તમ કિંમત તેમજ તેમાં સમાવિષ્ટ સાધનો અને ગ્રીમકો કચેરીએ માન્ય કરેલ ડીલર્સની યાદી પોર્ટલ પરથી મેળવી શકશો.
૧૩.આપ માન્ય ડીલરમાંથી ગુજરાત રાજ્યના કોઇપણ ડીલર પાસેથી ઇ-વાઉચર કોડ રીડીમ કરી તથા ઓ.ટી.પી. દ્વારા આપની પસંદગી મુજબના ટૂલકિટના સાધનો મહત્તમ કિંમતની મર્યાદામાંથી ખરીદી શકશો. જો આપની મંજૂર થયેલ ટૂલકિટની મહત્તમ કિંમત કરતાં વધુ કિંમતના સાધનો ખરીદવા જરૂરી લાગે તો તેવા કિસ્સામાં મહત્તમ નિયત કિંમત કરતાં વધારાની રકમ આપે ચૂકવવાની રહેશે.
૧૪.આપના દ્રારા ટૂલકિટની ખરીદી કર્યા બાદ આપને ગ્રીમકો કચેરી દ્વારા ફોન કરવામાં આવશે. તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા તેમજ ગ્રીમકો કચેરી દ્વારા નિયુક્ત કરેલ થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારી વેરિફિકેશન માટે આપના ઘરે આવશે તેઓને જરૂરી માહિતી આપવાની રહેશે.
૧૫.જો વેરિફિકેશન સમયે સાધન જોવા નહિ મળે કે આપ તેનો ઉપયોગ નહિ કરતા હોય તો સાધન અથવા સાધનની કિંમત આપની પાસેથી પરત લેવામાં આવશે.
૧૬.જો આપ દ્વારા વેરિફિકેશન દરમ્યાન સરકારી સહાય નો દૂર ઉપયોગ કર્યો માલૂમ પડે તેવા કિસ્સામાં આપે સહાયની રકમ પરત કરવાની રહેશે અને આપ ભવિષ્યમાં સરકારશ્રીની અન્ય યોજનાઓમાં લાભ મેળવવા હક્કદાર રહેશો નહી.


મળવા પાત્ર ટૂલકીટસના નામ :

૧ દૂધ દહીં વેચનાર
ર ભરતકામ
૩ બ્યુટી પાર્લર
૪ પાપડ બનાવટ
પ વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
૬ પ્લમ્બર
૭ સેન્ટિંગ કામ
૮ ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ
૯ અથાણા બનાવટ
૧૦ પંચર કિટ
Previous Post Next Post